-->
Natural

Featured Post

આઇપીએલ ની તમામ મેચ જોવા માટે આ લિંક સાચવી રાખો મહત્વપૂર્ણ લિંક

આઇપીએલ ની તમામ મેચ જોવા માટે આ લિંક સાચવી રાખો  0nline Colleges A teacher is a person who help others to acquire knowledge, competences or values.Online Classes Informally the role of teacher may be taken on by anyone (e.g. when showing a colleague how to perform a specific task). In some countries,…

Menu

બાલવાટિકા વર્ગખંડ અધ્યયન-અધ્યાપન માર્ગદર્શિકા

બાલવાટિકા વર્ગખંડ અધ્યયન-અધ્યાપન માર્ગદર્શિકા

આમ જોઈએ તો આંગણવાડીથી શાળાના વર્ગમાં પ્રવેશ માટેની પ્રથમ તક "બાલવાટિકા'ના માધ્યમથી બાળકોને મળે છે. મા દરમ્યાન બાળકો શિક્ષક સાથે વ્યક્તિગત નાતો અને શાળા સાથે સ્થળ તરીકેનો નવો નાતો બંધાય છે. આ સંબંધ દરમ્યાન બાળકને વધુ સારા અનુભવો થાય એ આપણી પ્રથમ ઈચ્છા છે. બાળક શિક્ષક સાથેની પ્રવૃત્તિ દરમ્યાન પોતાના અનુભવોનું આદાન પ્રદાન કરે તે પણ ઇચ્છનીય છે. બાલવાટિકામાં નીચેની બાબતો પરત્વે કાળજી રખાય તો કાર્યમાં વધુ પ્રમાણમાં ગુણવત્તા મળી રહે

1.બાલવાટિકામાં બાળક ભણવા માટે નહિ, પરંતુ રમવા આવે છે તેવું માનવું જોઈએ.

બાલવાટિકાના વર્ગમાં પ્રવેશ લેનાર બાળક માટે શિક્ષકે પોતાને વાલી તરીકેની ભૂમિકામાં મુકીને આત્મીય સંબંધ બાંધવો જોઈએ. બાળક આ શિક્ષકને જલદી સ્વીકારતું હોય છે.

3. વર્ગની શરૂઆતના માસમાં બાળક સાથે વાલી આવે, તેવું ભાવાવરણ નિર્માણ કરવું જોઇએ, જેથી પ્રવૃત્તિમાં સહાયક બની શકે અને પ્રોત્સાહક વાતાવરણ બની રહે.

શિક્ષક તરીકે વર્ગમાં પ્રવૃત્તિ સમયે “આ કરવાનું છે તેમ કહેવાને બદલે ચાલો. આમ કરીએ.' તેવું કહેવાની ટેવ રાખવી જોઈએ જેથી દરેક બાળક દરેક પ્રવૃત્તિમાં જોડાઈ શકે. જોડી કે જૂથનિર્માણ કરતી વખતે શાળામાં બાળકને પોતાના ગમતા, પરિચિત અને એકના એક બાળકને પસંદ કરવાનું ગમશે. આવું કરવા દેવાની સ્વતંત્રતા આપવી. પછીથી ધીમે-ધીમે પ્રવૃત્તિ દ્વારા અન્ય બાળકો સાથે મિત્રતા બાંધીને પોતાના જુથમાં બાળકને પ્રવેશ આપશે અથવા તે અન્યના જૂથમાં જોડાશે.

વર્ગ પ્રવૃત્તિ ગણિત, ગુજરાતી કે પર્યાવરણ સંબંધી હોય ત્યારે તે પ્રવૃત્તિને અનુબંધિત તમામ સામગ્રી પૂર્વ

આયોજનથી વર્ગમાં હાજર હોય અને દરેક બાળકને સામગ્રી ઉપલબ્ધ બને તેવું આયોજન કરી શકાય.

કેટલીક પ્રવૃત્તિ માટેની સામગ્રી માટે બાળકને અગાઉથી કહીએ તો ઘરેથી સામગ્રી લાવીને વર્ગમાં હાજર

રાખી શકે. માના દ્વારા લાંબા ગાળે લો કોસ્ટ, નૌ કોસ્ટ નીરિયલનો અભિગમ નિર્માણ કરી શકાય.

૮. પ્રવૃત્તિ માટેની સામગ્રી બાળકને પુરતી આપવી અને જરૂર જણાયે એકથી વધુ વાર પણ વાપરવાની છૂટ રાખવી.
બાળકને શીખવવા કરતાં કેવી રીતે શીખવું તેના પર વધુ ભાર આપવો જોઈએ. આવી સદૈવ બાળકને તેના આગળના અભ્યાસની અધ્યયન-અધ્યાપન પ્રક્રિયાને સરળ બનાવી, સમજયુક્ત બનાવે તેવું કરાવી શકાય.

૧૦. વર્ગમાં પ્રવૃત્તિ સમયે બાળક ઘોંધાટ કરે, વાતો કરે, ચર્ચા કરે, પોતાનું સ્થાન છોડે, અજાણતાં કોઈ સામાન્ય

નુકશાન કરે તો તે બધું તેના શીખવાનો ભાગ સમજી તે ચલાવી લેવાનો અભિગમ રાખવો.

૧૧. નાના બાળકોને કંઈ ખબર ના પડે, આ તેના ગજાનું નહિ, હમણાં શીખવવાની કોઈ જરૂર નથી આવી

માન્યતા દૂર કરી બાળક અને વર્ગની સ્થિતિ મુજબનું બધુ જ શીખવવું. ૧૨, પ્રવૃત્તિ પહેલાં બાળકને સ્પષ્ટ સૂચના, સમજ અને પ્રવિધિનું નિદર્શન કરી આપવું. પ્રવૃત્તિ દરમ્યાન પણ જરૂર જણાય તો વચ્ચે-વચ્ચે સમજ આપી સહાયક બનવાનો પ્રયાસ કરવો, ક્યારેક આપેલ સૂચનાથી અલગ પણ તે પ્રવૃત્તિ કરી શકાય તેવી બાળકને છૂટ આપવી.

૧૩, બાળકનો સ્વભાવ હોય છે કે તે એકની એક પ્રવૃત્તિ પર લાંબો સમય ટકી રહેતું નથી તે ધ્યાને લઇ એક પ્રવૃત્તિ પૂર્ણ થયે બીજી પ્રવૃત્તિ માટે તત્પર કરવાનું આયોજન કરી રાખવું. આના અભાવે કયારેક બાળકોને કંટાળો આવે અથવા તે અન્ય નુકશાનકારક પ્રવૃત્તિઓમાં જોડાઈ જતું હોય છે. ૧૪, બાળકને કોઈ પ્રવૃત્તિ કે કામ ના મળે ત્યારે તે તોફાન, અશિસ્ત કરે છે, એટલે સંપૂર્ણ મુક્ત વાતાવરણ વચ્ચે પણ સામૂહિક શિસ્ત, શાંતિ અને વર્ગ સંસ્કાર જળવાઈ રહે તે માટેની સ્વૈચ્છિક ઇચ્છનીય શિસ્ત નિર્માણ કરવા માટે સ્નેહપૂર્વકના પ્રયાસો કરી કેટલાક નિયમો આપમેળે વર્ગમાં નિર્માણ થાય તેવું કરવું.



૧૫. બાલવાટિકાના બાળકને વર્ગ સિવાય શાળાના અન્ય વર્ગો, પોતાના મિત્રો અને મહોલ્લાનાં બાળકો સાથે મિત્રતા કરવા પ્રેરણા આપો. જોડી કે સાથી પાસેથી શીખવાની પ્રક્રિયાનું આ પ્રથમ ડગલું છે. ૧૬. બાળકને આંગણવાડી બાદ શાળાના સમયપત્રકમાં કામ કરવા જોવા માટે થોડો સમય લાગતો હોય છે. તેથી તેને વારંવાર અથવા તેના સમયે પાણી પીવું. ટોઇલેટ જવું કે કારણ વિના વર્ગ બહાર આવવું-જવું

Related Posts

Post a Comment

Your Mail:

Subscribe Our Newsletter by Submitting Your Email