-->
Natural

Featured Post

Appy Now For INSPIRE AWARD MANAK scheme.

Appy Now For INSPIRE AWARD MANAK scheme. The INSPIRE AWARD-MANAK scheme is a national competition to encourage innovative ideas of students and bring them into reality. It is organized by Department of Science and Technology (DST), New Delhi and National Innovation Foundation (NIF), Gandhinagar. Stu…

Menu

શાળા સલામતી સપ્તાહ-૨૦૨૪ ની ઉજવણી

શાળા સલામતી સપ્તાહ-૨૦૨૪ ની ઉજવણી


ઉપરોક્ત વિષય અને સંદર્ભદર્શિત પત્ર અન્વયે જણાવવાનું કે ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ(GSDMA) દ્વારા શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓના વાલીઓમાં આપત્તિઓ અને તેની બચાવ પ્રયુક્તિઓ પ્રત્યે યોગ્ય સમજ કેળવાય અને દરેક વિદ્યાર્થી આપત્તિઓ સામે સુરક્ષિત રહે તેમજ એક સક્ષમ સમાજનું નિર્માણ થાય તે ઉદ્દેશથી વર્ષ ૨૦૧૫ થી ૨૦૧૯ સુધી દર વર્ષે "શાળા સલામતી સપ્તાહ"ની ઉજવણી રાજ્યની શાળાઓમાં કરવામાં આવેલ છે.

ચાલુ વર્ષે તા.૨૯.૦૧.૨૦૨૪, સોમવાર થી તા.૦૩.૦૨.૨૦૨૪, શનિવાર સુધી રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં "શાળા સલામતી સપ્તાહ"ની ઉજવણી કરવાનું GSDMA દ્વારા આયોજન કરવામાં આવેલ છે, જેમાં શાળાના બાળકોને ભૂકંપ, પૂર, વાવાઝોડું, આગ અકસ્માત તેમજ અન્ય વિવિધ પ્રકારના કુદરતી અથવા અન્ય ઈત્યાદી શાળા સલામતી બાબતો અંગે કેવા પ્રકારની સાવચેતી/સલામતીનાં પગલાં ભરવા જોઈએ તેવી વિવિધ બાબતોનું માર્ગદર્શન આપવામાં આવનાર છે.

વધુમાં "શાળા સલામતી સપ્તાહ"ની ઉજવણીના પ્રથમ દિવસે તા.૨૯.૦૧.૨૦૨૪, સોમવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે માન.શિક્ષણમંત્રીશ્રી, ગુજરાત રાજ્યની પ્રેરક ઉપસ્થિતિમાં વિદ્યા સમીક્ષા કેન્દ્ર (VSK), ગાંધીનગર ખાતેથી ઓનલાઈન ઉદ્ઘાટન કરવામાં આવનાર છે તેમજ તેનું સીધું પ્રસારણ BISAGની વંદે ગુજરાત ચેનલ નં-૫ (પાંચ) મારફત કરવામાં આવનાર છે.

જે અંગે GSDMAનાં સંદર્ભદર્શિત પત્રમાં જણાવ્યા અનુસાર રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં "શાળા સલામતી સપ્તાહ-૨૦૨૪"ની ઉજવણી કરવા જણાવવામાં આવે છે તેમજ સંદર્ભદર્શિત પત્રમાં જણાવ્યા

અનુસાર શાળાઓ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવા જણાવવામાં આવે છે તેમજ આપના જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં તા.૨૯.૦૧.૨૦૨૪, સોમવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે આ સપ્તાહની ઉજવણી અંગેનું પ્રસારણ BISAGની વંદે ગુજરાત ચેનલ નં-૫ (પાંચ) મારફત શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો નિહાળે તે અંગે આપની કક્ષાએથી પત્ર મારફત જાણ કરવા વિનંતી
વિષય: 'શાળા સલામતી સપ્તાહ-૨૦૨૪' ની ઉજવણી કરવા બાબત.

ગુજરાત રાજ્યમાં બહુવિધ આપત્તિઓનું જોખમ રહેલું છે, જેમાં મુખ્યત્વે ભૂકંપ, વાવાઝોડું. પૂર. ઔદ્યોગિક અકસ્માત, આગ અકસ્માત ઇત્યાદિનો સમાવેશ થાય છે. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (GSDMA) દ્વારા શાળાનાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમા આપત્તિ વ્યવસ્થાપન વિશે જાગૃતિ કેળવાય તે હેતુથી રાજ્યમાં શાળા સલામતી કાર્યક્રમ અમલમાં મુકેલ છે.

શાળા સલામતી કાર્યક્રમ અંતર્ગત શાળાના શિક્ષકશ્રીઓને સંભવિત આપત્તિઓ સામે શાળા કક્ષાએ કેવા પ્રકારના સાવચેતી/સલામતીનાં પગલા લેવા જોઈએ તે બાબતે તાલીમબદ્ધ કરવામાં આવેલ છે તેમજ આપત્તિ વ્યવસ્થાપન વિષયક માહિતીપ્રદ વિવિધ ૧૫ પ્રકારના ચાર્ટ્સનું વિતરણ પણ કરવામાં આવેલ છે.

GSDMA દ્વારા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં આપત્તિ સામે સાવચેતી અને સલામતી વિષે વિશેષ માર્ગદર્શન મળી રહે તે માટે શિક્ષણ વિભાગના પરામર્શમાં રહી તા. ૨૯/૦૧/૨૦૨૪ થી ૦૩/૦૨/૨૦૨૪ દરમિયાન રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં 'શાળા સલામતી સપ્તાહ- ૨૦૨૪'ની ઉજવણીનું આયોજન આ સાથે સામેલ સૂચક શીડયુલ મુજબ કરવામાં આવેલ છે.

શાળા સલામતી સપ્તાહ ઉજવણી દરમિયાન જીલ્લા તથા મહાનગરપાલિકાની ઓછામાં ઓછી ૩૫-૪૦ શાળાઓમાં મેગા ઇવેન્ટ જેવી કે, ફાયર ફાયટીંગ ડેમોન્સ્ટ્રેશન, NDRF/SDRFનું રેસ્ક્યુ નિદર્શન, ૧૦૮/ઇન્ડિયન રેડક્રોસ દ્વારા પ્રાથમિક સારવારની તાલીમ, ISR દ્વારા ભૂકંપ વિષયક પ્રેઝન્ટેશન, રોડ સેફટી, ઓદ્યોગિક એકમોના સેફટી અને ફાયર વિભાગ, IEC એક્ઝીબીશન ઈત્યાદીનો સમાવેશ કરી શકાય છે. આ સિવાય બાકીની તમામ શાળાઓમાં શીડયુલ મુજબ પ્રવૃત્તિઓ થાય તે સુનિશ્ચિત કરવા વિનંતી છે.



શાળા સલામતી સપ્તાહની ઉજવણી પહેલા દરેક શાળાનો " શાળા આપત્તિ વ્યવસ્થાપન યોજના- (SDMP) તૈયાર કરવામાં આવે અને તે સબબનું પ્રમાણપત્ર જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી અને શાસનાધીકરીશ્રીની સહીથી અત્રેને તારીખ ૨૫/૦૧/૨૦૨૪ સુધીમાં મળી રહે તે અંગે જરૂરી સુચના અપાઈ જવા વિનંતી.

વધુમાં, જીલ્લા/મહાનગરપાલિકાની મેગા ઇવેન્ટ માટે આપના દ્વારા પસંદ કરવામાં આવેલ શાળાની વિગતવાર યોજાનાર ઇવેન્ટ સહિતની માહિતી અત્રેને દિન-03 મા મોકલી આપવા વિનંતી છે.

સબબ, આપના કાર્યક્ષેત્રના જીલ્લા/મહાનગરપાલિકામા 'શાળા સલામતી સપ્તાહ-૨૦૨૪'ના સુચારુ આયોજન અર્થે તાબાના અધિકારીને જરૂરી સૂચના આપવા વિનંતી છે

Related Posts

Post a Comment

Your Mail:

Subscribe Our Newsletter by Submitting Your Email