-->
Natural

Featured Post

Appy Now For INSPIRE AWARD MANAK scheme.

Appy Now For INSPIRE AWARD MANAK scheme. The INSPIRE AWARD-MANAK scheme is a national competition to encourage innovative ideas of students and bring them into reality. It is organized by Department of Science and Technology (DST), New Delhi and National Innovation Foundation (NIF), Gandhinagar. Stu…

Menu

વર્ષઃ 2022-23 ના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલના આયોજન બાબત

વર્ષઃ 2022-23 ના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલના આયોજન બાબત 

વિષય- વર્ષઃ 2022-23 ના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલના આયોજન બાબત 

ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે જિલ્લામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણના ક્ષેત્રમાં નવતર પ્રયોગો કરનાર શિક્ષકોને પ્રોત્સાહન મળે, વર્ગખંડ ગુણવત્તામાં અભિવૃધ્ધિ થાય તેમજ આવા નવતર પ્રયોગો કરવા વધુને વધુ શિક્ષકો આગળ આવે તેવા ઉમદા હેતુથી જિલ્લા અને રાજયના

એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. વર્ષ-2022-23 માં એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલના જિલ્લા કક્ષાના આયોજન માટે મણીલક્ષ્મી તીર્થ, માણેજ તા. બોરસદ, જિ.આણંદ મુકામે તારીખ 1/10/2022 થી 12/10/2022 દરમિયાન DIC કૉ. ઓર્ડીનેટર

માટેની બેઠક યોજવામાં આવેલ હતી. સંદર્ભદર્શિત પત્રથી ઉકત બેઠકની મિનીટ્સ તમામ ડાયટને મોકલી આપેલ છે. આ વર્ષે જિલ્લામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક અને પ્રશિક્ષણ સંસ્થાઓ માટેના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલ

વર્ષ-2022-23 નું જિલ્લા કક્ષાના આયોજન માટે નીચે મુજબની સૂચનાઓને ધ્યાને લઇ કરવા આથી જણાવવામાં આવે છે.

• ઇનોવેશન ફેસ્ટીવલ સીધો જિલ્લા કક્ષાએ થી શરૂ કરવાનો રહેશે.

• જિલ્લા કક્ષાના ઇનોવેશન ફેસ્ટીવલમાં જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકો, શિક્ષણ

પ્રશિક્ષણ સંસ્થાઓના વ્યાખ્યાતાઓ ભાગ લઇ શકશે. આ વર્ષથી જિલ્લા કક્ષાએ ઇનોવેશન રજૂ કરવા માંગતા દરેક શિક્ષકનું રજીસ્ટ્રેશન ઓફલાઇન કરવાનું છે તે

દરેક DIC એ સુનિશ્ર્ચિત કરવાનું રહેશે

• 15 જાન્યુઆરી ૨૦૧૩ સુધીમાં જિલ્લા કક્ષાનો એજયુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલ પૂર્ણ કરવાનો રહેશે.

- તારીખ 20 જાન્યુઆરી ૨૦૨૩ સુધીમાં રાજ્ય કક્ષા માટે જિલ્લામાંથી પસંદિત શિક્ષકોની માહિતી, ચાદી,

રાઈટઅપની વિગતો નિયત થયેલ નમૂનામાં અગે મોકલી આપવાની રહેશે, - જિલ્લા કક્ષાના ઇનોવેશન ફેસ્ટીવલનું આયોજન ૨ દિવસ માટે કરવાનું રહેશે.

• ઇનોવેશન ગુણવત્તાવાળા મળે તે મુદ્દાને પ્રાધાન્ય આપવાનું રહેશે. જિલ્લા કક્ષાના ઇનોવેશન ફેસ્ટીવલ વર્ષ ૨૦૨૨-૨૩ માં દરેક ઇનોવેટરે અમેથી આપવામાં આવેલ સ્ટૉલ

બેનરના નમૂના મુજબ બેનર બનાવવાનું રહેશે. જેમાં દરેક ઇનોવેટર તેની કૃતિની વધુ સમજ માટે વિડીયો

તૈયાર કરી તેના QR કોડ ઈનોવેટરના સ્ટોલના બેનરમાં મૂકી શકશે.

જિલ્લા કક્ષાનો એજયુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલમાં શિક્ષકે નિયત નમૂનામાં દરખાસ્ત કરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જીસીઈઆરટી દ્વારા મોકલી આપેલ નિયત નમૂનામાં શિક્ષકો રજીસ્ટ્રેશન કરે તે મુજબનું આયોજન કરવાનું રહેશે. આ કાર્યમાં સહયોગ માટે DIC ઍ નવતરના KRP ની મદદ લઇ શકશે,

જિલ્લા કક્ષાના એજયુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલમાં ભાગ લેનાર શિક્ષકોમાંથી રાજ્ય માટે પસદગીમાં નવતર પ્રયોગના મૂલ્યાંકન માટેના માપદંડના ગુણમાંથી (50 ગુણમાંથી) 70 % કમિટીના અને ૩૦ % મુલાકાતી શિક્ષકોના ગુણભારને આધારે થયેલ ગુણાંકન નક્કી કરવાનું રહેશે,

દરેક ઇનોવેશનનાં 5 મિનિટના વિડીયો તૈયાર કરી તેના QR કૉડ બનાવી ડાયેટની વેબસાઇટ પર અપલોડ

કરવાના રહેશે.

ઇનોવેશન બુકલેટ કલરફૂલ બને સાથે જ તેમાં ભાષાશુદ્ધિ બાદ તે પ્રકાશિત કરી દરેક ઇનોવેટશને, તમામ બી.આર.સી.સી.ને આપવાની રહેશે. તેમજ તેની ઍક નકલ અંગે મોકલવાની રહેશે. • જિલ્લાના રાઈટીંગ વર્કશોપ જિલ્લા કક્ષાના ઇનોવેશન ફેસ્ટીવલનું આયોજન થાય તે પહેલા પૂર્ણ કરવાના

રહેશે.

જિલ્લા કક્ષાના ઇનોવેશન ફેસ્ટીવલ પૂર્ણ થયા બાદ એક દિવસના શેરીંગ વર્કશોપનું આયોજન કરી મહત્તમ

રીતે જિલ્લાના ઇનોવેશનનો પ્રચાર પ્રસાર થાય તે રીતે દરેક સી.આર.સી.માંથી બે શિક્ષકોને (અગાઉ ઇનોવેશ

ફેસ્ટીવલમાં આવેલ ન હોય તેવા) આમંત્રિત કરવાના રહેશે. • જિલ્લાના રાઈટીંગ વર્કશોપ અને શેરીંગ વર્કશોપનું યોજવાની મંજૂરી આપવામાં આવે છે. જેનો ખર્ચ ડાયેટને

ફાળવેલ ઇ.ડી.એન. ૧૬ એલ એજયુકેશન ઇનોવેશન ફેસ્ટીવલની ગ્રાન્ટમાંથી કરવાનો રહેશે.

• જિલ્લા કક્ષાના ઇનોવેશન ફેસ્ટીવલમાં પસંદ થયેલ ઇનોવેટરને રૂ।. ૫૦૦/- પુરસ્કાર આપવાનો રહેશે. (૫૦ ઇનોવેટરની મર્યાદામાં)

• જિલ્લા કક્ષાના આયોજનની જાણ અંગે કરવાની રહેશે, જિલ્લા કક્ષાના ઇનોવેશન ફેસ્ટીવલમાં શિક્ષક પોતે આગળના વર્ષોમાં કરેલ નવતર પ્રયોગમાં એ કોઈ

નવો ઉમેરો કે સુધારો કર્યો હોય તો તે પ્રયોગને મૂકી શકશે. આ ઉપરાંત જે શિક્ષકના નવતર પ્રયોગો


ચાલુ હોય તો પણ તેઓ પોતાના પ્રયોગો રજૂ કરી શકશે. એજયુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલમાં કોઇપણ ઇનોવેશન રીપીટ ન થાય તેની DIC કો.ઓ.એ ખાસ તકેદારી રાખવાની રહેશે.

વર્ષઃ 2022-23 ના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલના આયોજન બાબત 

Related Posts

Post a Comment

Your Mail:

Subscribe Our Newsletter by Submitting Your Email