-->
Natural

Featured Post

આઇપીએલ ની તમામ મેચ જોવા માટે આ લિંક સાચવી રાખો મહત્વપૂર્ણ લિંક

આઇપીએલ ની તમામ મેચ જોવા માટે આ લિંક સાચવી રાખો  0nline Colleges A teacher is a person who help others to acquire knowledge, competences or values.Online Classes Informally the role of teacher may be taken on by anyone (e.g. when showing a colleague how to perform a specific task). In some countries,…

Menu

સામયિક મૂલ્યાંકન અંતર્ગત દ્વિતીયસત્ર પ્રશ્નબેંક અંગેનું સમયપત્રક મોકલવા બાબત.

સામયિક મૂલ્યાંકન અંતર્ગત દ્વિતીયસત્ર પ્રશ્નબેંક અંગેનું સમયપત્રક મોકલવા બાબત. 

વિષયઃ સામયિક મૂલ્યાંકન અંતર્ગત દ્વિતીયસત્ર પ્રશ્નબેંક અંગેનું સમયપત્રક મોકલવા બાબત. 


ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે શૈક્ષણિક વર્ષઃ ૨૦૨૨-૨૩માં પ્રથમસત્રની જેમ દ્વિતીયસત્રમાં પણ ધોરણ ૩ થી ૮માં સામયિક મૂલ્યાંકન હેતુસર પ્રાથમિક શાળાઓમાં પ્રશ્નબેંક અમલી થનાર છે. આ અંગેનું દ્વિતીયસત્રનું સમયપત્રક આ સાથે સામેલ છે, સદર સમયપત્રક મુજબ મૂલ્યાંકનના દિવસે શાળાને પ્રશ્નબેંક ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ અંગે શાળાઓને આપની કક્ષાએથી જાણ કરવા અને આગળની ઘટિત કાર્યવાહી કરવા આથી જણાવવામાં આવે છે,

પ્રાથમિક શાળાના બાળકોની બીજા સત્રની કસોટીઓની તારીખો જાહેર કરાઈ

 ધો.૩થી૮નાવિદ્યાર્થીઓની ૧૭મીથી પ્રશ્નબેંક આધારિત મૂલ્યાંકન કસોટી ૧૭ ડિસેમ્બરથી ૧લી એપ્રિલ દરમિયાનં ૧૦ જેટલી કસોટીઓ યોજાશે

GCERT દ્વારા રાજ્યની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં બાળકોની બીજા સત્રની પ્રશ્નબેંક આધારીત સામયિક મૂલ્યાંકન કસોટીઓનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. GCERT દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ ૧૭મી ડિસેમ્બરથી ધોરણ.૩થી ૮ના બાળકોની કસોટી શરૂ થશે. સત્ર દરમિયાન ૧૭મી ડિસેમ્બરથી ૧લી એપ્રિલ સુધીમાં ૧૦ જેટલી કસોટીયો યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં ૧૭ ડિસેમ્બરથી ૧ એપ્રિલ


દરમિયાન ૧૦ જેટલી પ્રશ્નબેંક આધારીત સામયિક મુલ્યાંકન કસોટી યોજાશે. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT) દ્વારા રાજ્યની સ્કૂલોમાં બીજા શૈક્ષણિક સત્ર માટેનો કાર્યક્રમ જાહેર કર્યો છે. GCERTએ જાહેર કરેલા સામયિક મૂલ્યાંકન કરવાનું રહેશે. કાર્યક્રમ મુજબ ધોરણ-૩ માટે પ કસોટી ધોરણ-૪ માટે ૭, ધોરણ-૫ માટે ૮ અને ધોરણ-૬થી ૮ માટે ૧૦ કસોટી લેવાશે. નક્કી થયેલા આ કાર્યક્રમ અનુસાર ડિસેમ્બર, જાન્યુઆરી અને માર્ચમાં બે વખત મૂલ્યાંકન કરાશે. જ્યારે ફેબ્રુઆરીમાં

ત્રણ વખત અને એપ્રિલમાં એક વખત મૂલ્યાંકન કરવામાં આવશે. આ માટે GCERT દ્વારા સ્કૂલોને પરીક્ષાના દિવસે જ પશ્નબેંક મોકલવામાં આવશે, જેના આધારે સ્કૂલોએ પ્રશ્નપત્રો તૈયાર કરીને વિદ્યાર્થીઓનું
GCERT પ્રાથમિક સ્કૂલોના ધોરણ-૩થી ૮ના વિદ્યાર્થીઓ માટે પ્રશ્નબેંક આધારીત મૂલ્યાંકન પદ્ધતિ અમલમાં મુક્યા બાદ પ્રથમ સત્ર માટે પ્રશ્નો સ્કૂલોને પુરા પાડ્યા હતા અને તેના આધારે સ્કૂલોએ મૂલ્યાંકન કર્યું હતું.

Important Link 

પ્રિન્ટ કરીને વર્ગમાં લગાવી શકાય તેવા ધોરણ વાઇઝ સમયપત્રક ડાઉનલોડ કરો

✓ ધોરણ -3 : ડાઉનલોડ કરો
✓ ધોરણ -4 : ડાઉનલોડ કરો
✓ ધોરણ -5 : ડાઉનલોડ કરો
✓ ધોરણ -6 : ડાઉનલોડ કરો
✓ ધોરણ -7 : ડાઉનલોડ કરો
✓ ધોરણ -8 : ડાઉનલોડ કરો
સામાયિક મૂલ્યાંકન-દ્વિતીય સત્ર 2022-23
પ્રશ્નબેંક ડાઉનલોડ 

શૈક્ષણિક વર્ષ 2022-23 ના દ્વિતીય સત્રના સામાયિક મૂલ્યાંકનનું આયોજન રાજ્ય કક્ષાએથી મોકલી આપેલ છે. જે અન્વયે પ્રથમ સત્રની માફક દ્વિતીય સત્રમાં પણ રાજ્ય કક્ષાએથી સામાયિક મૂલ્યાંકનના સમય પત્રક મુજબ જે તે ધોરણ અને વિષયની પ્રશ્નબેંક Online Attendance Portal પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. પ્રશ્નબેંક ડાઉનલોડ કરવા માટેની માર્ગદર્શિકા આ સાથે મોકલી આપેલ છે. 

રાજ્ય કક્ષાએથી ફાળવવામાં આવેલ ઇમેલ મારફતે પણ સીધા જ  શાળા કક્ષાએ પ્રશ્નબેંક મોકલી આપવામાં આવશે. BRC તેમજ CRC Co. ના ઇમેલમાં તમામ ધોરણ અને માધ્યમની પ્રશ્નબેંક મોકલી આપવામાં આવશે. સંજોગોવસાત કોઈ શાળાને પ્રશ્નબેંક મેળવવામાં કોઈ સમસ્યા જણાય તો CRC Co. દ્વારા સંકલન કરી શાળા કક્ષાએ પ્રશ્નબેંક મળી રહે તે સુનિશ્ચિત કરવાનું રહેશે.

સામાયિક મૂલ્યાંકન માટેની પ્રશ્નબેંક શાળા સમય શરૂ થયા બાદ(7:30 am  સુધીમાં) ઈમેલ મારફતે તેમજ Online Attendance Portal પર ઉપલબ્ધ કરવામાં આવશે.


વિદ્યા સમીક્ષા કેન્દ્ર હેલ્પલાઈન: 07923973615
સામયિક મૂલ્યાંકન અંતર્ગત દ્વિતીયસત્ર પ્રશ્નબેંક અંગેનું સમયપત્રક મોકલવા બાબત. 

Related Posts

Post a Comment

Your Mail:

Subscribe Our Newsletter by Submitting Your Email