-->
Natural

Featured Post

આઇપીએલ ની તમામ મેચ જોવા માટે આ લિંક સાચવી રાખો મહત્વપૂર્ણ લિંક

આઇપીએલ ની તમામ મેચ જોવા માટે આ લિંક સાચવી રાખો  0nline Colleges A teacher is a person who help others to acquire knowledge, competences or values.Online Classes Informally the role of teacher may be taken on by anyone (e.g. when showing a colleague how to perform a specific task). In some countries,…

Menu

૧૫મી ઑગષ્ટ-૨૦૨૨ અન્વયે વાલી સંમેલનનું આયોજન કરવા બાબત.

૧૫મી ઑગષ્ટ-૨૦૨૨ અન્વયે વાલી સંમેલનનું આયોજન કરવા બાબત.

વિષયઃ ૧૫મી ઑગષ્ટ-૨૦૨૨ અન્વયે વાલી સંમેલનનું આયોજન કરવા બાબત.
ઉપરોકત વિષય પરત્વે જણાવવાનું કે, વર્ષ ૨૦૨૨-૨૩ અન્વયે (EDN-2, સ્કૂલ ઓફ એક્ષલન્સના EAP માં આઇ.ઇ.સી કોમ્યું.મોબી.) બે વાલી સંમેલન અને ડોકયુમેન્ટેશન કરવાની જોગવાઇ કરેલ છે. ચાલુ વર્ષમાં "આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી ચાલી રહેલ છે. ૧૫મી ઓગષ્ટ-૨૦૨૨ સ્વતંત્ર દિનનું આયોજન કરવાનું થાય છે. સમાજમાં જાગૃતિ તથા જન જાગૃતિના સંદર્ભમાં ગામના આગેવાન નાગરિકો, કેળવણીકારો, શાળામાં ભણતા બાળકોને તથા વાલીઓને માહિતગાર કરવાના રહેશે. શાળાના વિકાસમાં જેટલો રસ ધરાવશે તેટલી શાળા વધારે સુવિધા થી સમૃધ્ધ બનશે. ઉપરાંત ગામના તમામ બાળકોને શાળામાં શિક્ષણ માટે નિયમિત મોકલશે અને ગુણવત્તાયુક્ત શિક્ષણની અનિવાર્યતા સમજશે. પરિણામે શાળા ધ્વારા સારા નાગરિકોનું ઘડતર થશે. વાલી જાગૃત હશે, તો જ બાળકોને સારા સંસ્કારોનું સિંચન કરશે. આ સંદર્ભમાં રાજયની તમામ સરકારી પ્રાથમિક શાળાઓ તેમજ KGBVમાં વાલી સંમેલનનું આયોજન કરવા આથી જણાવવામાં આવે છે.

(૧) વાલી સંમેલનના ચર્ચા કરવાના મુદા

- સમગ્ર શિક્ષા ની અલગ અલગ એકટીવીટીની ચર્ચા. શાળામાં શિક્ષણ WSDP (Whole School Development Plan) પર વિચારણા અને ચિંતન

- શાળા સ્વચ્છતા, ટોયલેટ સ્વચ્છ તેમજ ચોખ્ખું પાણી અંગે ચર્ચા ..

- બાળકોના પ્રવેશ નિયમિતતા શિક્ષણની ગુણવત્તા,

- ૬ થી ૧૪ વર્ષની વયજૂથના શાળા બહારના બાળકોના પ્રવેશ અને સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ, સીઝનલ હોસ્ટેલ તેમજ સ્કુલ ઓન વ્હીલ પ્રોજેકટ બાબતે ચર્ચા,

- ચાલુ વર્ષ “આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગાનું

આયોજન કરવામાં આવેલ છે માટે વાલીઓ અને વિધાર્થીઓને જાણકારી આપવી.

- વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો CSN સાધન સામગ્રીની પ્રાપ્તિ તથા તેના ઉપયોગની

જાણકારી.

-ટ્રાન્સપોર્ટ તથા એસ્કોર્ટની સગવડતાનું યોગ્ય આયોજન.

ડ્રોપ આઉટ અને કન્યા શિક્ષણ માટે ચિંતન

- જ્ઞાનકુંજ પ્રોજેકટ,મિશન સ્કૂલ ઓફ એકસેલન્સ કાર્યક્રમ બાબતે ચર્ચા.

સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રમત ગમતના કાર્યક્રમો બાબતે ચર્ચા. - વૃક્ષારોપણ,જળસંચય,ગ્રીનસ્કુલ,કમ્પ્યુટર લેબનો ઉપયોગ માટે વિચારણા,

- નવી શિક્ષણ નીતિ બાબતે. Foundational Literacy and Numeracy (FLN)

- મોડલ સ્કૂલ અને મોડેલ ડે સ્કુલ વિશે ચર્ચા,

- NIPUN ભારત હેઠળ પાયાના વાંચન,લેખન અને ગણન કૌશલ્યો પર વધુ માર

(ર) વાલી સંમેલનમાં કોણ આમંત્રિત હશે. એસ એમ સી કે.એમ.સીના સભ્યો ઉપરાંત શાળામાં ભણતાં અન્ય બાળકોના વાલીઓ,જે તે વિસ્તારના વડીલ આગેવાન વ્યકિતઓ,ગામના રોલ મોડેલ સમાન વ્યકિતઓ ગામ પ્રેરક અને કર્મનિષ્ઠ વ્યકિતત્વ ધરાવતા કેળવણીકારો, (૩) શાળાઓમાં પ્રવૃતિઓની ચર્ચા

પ્રથમ સત્રમાં તમામ એસ.એમ.સી કે.એમ.સી.માં ૧૫મી ઓગસ્ટ ૨૦૨૨ના સ્વાતંત્ર દિન નિમિત્તે વાલી સંમેલનની ઉજવણી કરવાનું આયોજન કરવાનું રહેશે. (૪) શાળા સુવિધા ગ્રાન્ટની ચર્ચા

15 August Vali Sammelan Amantran Patrika Pdf And Word File


એક વાલી સંમેલનના રૂ.૩૦૦/- એમ (૧ વાલી સંમેલનના સરભરા ખર્ચ રૂ.૨૦૦/ અને ડોકયુમેન્ટેશનના રૂ.૧૦૦/-)મંજુર થયેલ છે.જેથી આમ બે વાલી સંમેલનના તમામ સરકારી પ્રાથમિક શાળાઓ તથા કે.જી.બી.વીમાં શાળા દીઠ રૂ.૬૦૦/-ખર્ચ કરવાનો રહેશે. ૨૬મી જાન્યુઆરીના કાર્યક્રમની જાણ જેતે સમયે કરવામાં આવશે અને અત્રેની પત્ર પાઠવવામાં આવશે. આ ખર્ચ (EDN-2,સ્કૂલ ઓફ એક્ષલન્સના EAP)હેઠળ ઉધારવાનો રહેશે.આ અંગેની ગ્રાન્ટ જિલ્લા કક્ષાએથી એસ.એમ.સી કે.એમ.સી માં PFMS થી જમાં થાય તે રીતે કાર્યવાહી કરવા ડી.પી.સીશ્રીઓ અને શાસનાધિકારીશ્રીઓને જણાવવામાં આવે છે.






(૫) વાલી સંમેલન માં નીચે મુજબની ખાસ તકેદારી રાખવીઃ ૧. વાલી સંમેલનમાં આવનાર સભ્યોને (કોવીડ-૧૯)ગાઇડ લાઇનનું પાલન કરવાનું રહેશે,

૨. વાલી સંમેલનની સફળતાની શરતો માટે અસરકારક આયોજન તથા મોનીટરીંગ કરાવવાનું

રહેશે.

૩. જે વાલી સંમેલન થાય તેની વિગતવાર નોંધ રાખવી અને વિઝીટબુકમાં સહીઓ લેવી તથા ડોકયુમેન્ટેશન કરાવવાનું રહેશે,
 ૪. વાલી સંમેલનમાં જે સુચનો થયા હોય તેનું સત્વરે અમલીકરણ થાય તે ખાસ જોવાનું રહેશે. 

૫. વાલીસંમેલનનો સમય ગામના આગેવાનો તેમજ વાલીઓને અનુકૂળ હોય તેવો રાખવાનોરહેશે.

૬. વાલી સંમેલનનું પત્રક (જિલ્લાનું એકંદરીકરણ પત્રક)આ સાથે તૈયાર કરી સામેલ રાખેલ છે.જેમાં માહિતી ભરી અત્રે રજુ કરવા જણાવવામાં આવે છે.

Related Posts

Post a Comment

Your Mail:

Subscribe Our Newsletter by Submitting Your Email